ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા જનતાના ખોવાયેલા મોબાઇલ શોધવાના વિશેષ અભિયાન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશને સરકારની ‘CEIR’ પોર્ટલ એપ્લિકેશન અને ટેકનિકલ એનાલિસિસના સંયુક્ત ઉપયોગથી કુલ ૨૪ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યા હતા, જેની અંદાજિત કુલ કિંમત રૂપિયા ૪,૯૯,૪૨૫ જેટલી થવા જાય છે. પી.આઈ. એન.વી. હરિયાણીની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્ર સાર્થક કરતા પોલીસે લોકોને મોબાઇલ ખોવાઈ જવાના કિસ્સામાં આ પોર્ટલ પર ત્વરિત અરજી કરવા અપીલ કરી છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ, ભીખુશા જુણેજા, મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષીબેન અને આઇ.ટી. એક્સપર્ટ વિશાલભાઇ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.







































