અમરેલી જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધો.૧૦, ધો. ૧૨ તથા સ્નાતક, બ્યૂટીશિયન, હેર ડ્રેસર (ધો.૧૦-કોમ્પ્યુટર નોલેજ) અને બ્યૂટીપાર્લરનો કોર્ષ કરેલ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. કેશિયર-બી.કોમ, એમ.કોમ, સ્ટોક મેનેજર, ફ્લોર મેનેજર-બીબીએ, એમ.બી.એ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ જરૂરી દસ્તાવેજ સાથે તા.૧૫.૦૫.૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.










































