અમરેલી તાલુકાના નાના આકડીયા ગામેથી એક યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. ૩૩ વર્ષીય પાયલબેન સરધારા બ્યુટી પાર્લરના કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, નાના આકડીયા ગામે રહેતા જયંતિભાઇ જેરામભાઇ સરધારાની પુત્રી પાયલબેન (ઉંમર વર્ષ ૩૩) ગઈકાલે પોતાના ઘરે હાજર હતાં. આ દરમિયાન તેમણે પરિવારજનોને જણાવ્યું હતું કે, “મારે બ્યુટી પાર્લરનું કામ છે, હું ત્યાં જાઉં છું.” આટલું કહીને પાયલબેન ઘરેથી નીકળ્યા હતાં. જોકે, લાંબો સમય વીતવા છતાં પાયલબેન ઘરે પરત ન ફરતા પરિવારે તેમની તપાસ શરૂ કરી હતી. બ્યુટી પાર્લર તેમજ આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓને ત્યાં પૂછપરછ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી શકી ન હતી. યુવતી કોઈને પણ કહ્યા વગર ક્યાંક જતી રહી હોવાથી ચિંતાતુર પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી.