૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, ઈડીએ લાંબી પૂછપરછ પછી મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી. ત્યારબાદ, તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
સોમવારે રાંચીની ખાસ પીએમએલએ કોર્ટમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી થઈ. આ કેસ બરગાઈ વિસ્તારમાં ૮.૮૬ એકર જમીન સાથે સંબંધિત કથિત છેતરપિંડી અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. સુનાવણી દરમિયાન, મુખ્યમંત્રી પક્ષે ઈડ્ઢ ના લેખિત જવાબ પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી વધારાનો સમય માંગ્યો હતો. આ પછી, વિશેષ કોર્ટે ૨૨ મે માટે આગામી સુનાવણી નક્કી કરી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં ચાર્જ ફ્રેમિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અગાઉ, ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, મુખ્યમંત્રી હેમંત સોરેને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી, પોતાની નિર્દોષતાનો દાવો કર્યો અને ડિસ્ચાર્જની માંગ કરી. મુખ્યમંત્રી પક્ષનો આરોપ છે કે તેમને રાજકીય ષડયંત્રના ભાગ રૂપે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બરગાઈ જમીન કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાજ્યભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, ઘણા લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત લગભગ દોઢ ડઝન લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં ઘણા જમીન ડીલરો અને અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, ઈડીએ લાંબી પૂછપરછ પછી મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી. ત્યારબાદ, તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. જાકે, બાદમાં ૨૮ જૂન, ૨૦૨૪ ના રોજ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. આ કેસની આગામી સુનાવણી ૨૨ મે ના રોજ થવાની છે, અને રાજકીય અને કાનૂની વર્તુળો બંને દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.






































