રાજુલાના ડુંગર ગામે શ્રી રામ દરબાર આશ્રમ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના રૂડા અવસરે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. આગામી તારીખ ૨૨ મે ૨૦૨૬, શુક્રવારના રોજ ડુંગર સર્વ સમાજ માટે ‘ગામ ધુવાડાબંધ’ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં રામ દરબાર મંડળ દ્વારા પીરે તરીકત સૈયદ નઝીર બાપુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને રૂબરૂ મળીને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સદ્‌ભાવનાના પ્રતિસાદ રૂપે મુસ્લિમ સમાજ દ્વારા ભાગવત કથાના આ કાર્યમાં રૂ.૪૧,૦૦૦નું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓએ રામ દરબાર મંડળને ખાતરી આપી હતી કે આ ભવ્ય પ્રસંગમાં તેઓ ખભેખભો મિલાવીને સાથે ઊભા રહેશે અને તમામ રીતે સહયોગ આપશે.