ધારી તાલુકાના પાદરગઢ ગામે પંચાયતની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારી ટીડીઓ આર.કે. કલસરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. દબાણકર્તાઓ દ્વારા થયેલું દબાણ દુર કરવામાં આવ્યું હતું.ગામમાં થયેલુ દબાણ દુર થતા ગ્રામજઓએ રાહતનો શ્વાસ લીધો હતો.