સરહદી અને દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જાફરાબાદ બંદરથી આશરે ૨ નોટિકલ માઈલ દૂર ટેટાપુલ પાસે સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન નિયમોનો ભંગ કરીને દરિયામાં ગયેલી એક માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી હતી. SAI KRUPAનામની માછીમારી બોટ નિયમ મુજબ લેવાનું થતું સરકારી ટોકન લીધા વગર જ ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરવા માટે નીકળી પડી હતી. દરિયાઈ સુરક્ષાના કડક નિયમો અંતર્ગત કોઈપણ બોટે દરિયામાં જતા પહેલા ટોકન લેવું ફરજિયાત હોય છે, જેનો અહીં સ્પષ્ટ અનાદર કરવામાં
આભાર – નિહારીકા રવિયા આવ્યો હતો. આ મામલે બોટના ટંડેલ વિષ્ણુભાઇ હરજીભાઇ બારૈયા (ઉર્ફે પોપટ), ઉંમર વર્ષ ૩૯, ધંધો- માછીમારી, (રહે. બાલક્રિષ્ના સોસાયટી, સામાકાંઠા, તા. જાફરાબાદ, જી. અમરેલી) ની અટકાયત કરવામાં આવી હતી.