બાબરાના અમરાપરા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્‌યા હતા. જેમાં રજનીભાઇ રવજીભાઇ વરસડા, સાગરભાઇ હરેશભાઇ વાઘેલા તથા પરેશભાઇ માવજીભાઇ વેકરીયા તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. ૫,૫૮૦ તથા ગંજીપાના કબજે કર્યા છે. આ મામલે બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.