જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં Dy.SP. નયનાબેન ગોરડીયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ નિરીક્ષણ અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, આસપાસના ગામોના સરપંચો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો તેમજ નાગરિકોના કાયદા સંબંધિત પ્રશ્નો અને પાયાની સમસ્યાઓ સાંભળીને તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો હતો. લોકોએ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેના પ્રત્યુત્તરમાં સકારાત્મક ખાતરી આપવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન Dy.SP. દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.









































