લીલીયાના બોડીયા ગામે વાડીએથી ટ્રાન્સફોર્મરની વાઇન્ડીંગની કોઇલોની ચોરી થતાં પીજીવીસીએલના નાયબ ઈજનેરે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ચેતનકુમાર કાંતીલાલ દેવમુરારી (ઉ.વ.૪૭) એ અજાણ્યા ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ૨૫/૦૬/૨૫ થી તા.૧૨/૧૧/૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ કોઇપણ સમયે બોડીયા ગામે નિલેશભાઇ ગોવિંદભાઇ જાડાની વાડી/ખેતર માંથી ૧૧KV ની ત્રણ વાયરો વાળી વિજલાઇનના વિજવાયરો આશરે કુલ-૧૦૦૦ મીટર તથા ટ્રાન્સફોર્મરની વાઇન્ડીંગની કોઇલો કુલ આશરે કિ.રૂ.૮૯,૨૩૯ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.