સાયબર ફ્રોડ અને નાણાકીય ગેરરીતિના એક ગંભીર મામલામાં આરોપીઓએ દેશભરમાંથી ચોરી-ઠગાઈ દ્વારા મેળવેલી રકમને પોતાના બેંક ખાતાઓમાં જમા કરાવી સગેવગે કરી હોવાનું સામે આવ્યું હતું. વિજયભાઇ મનસુખભાઇ જોળીયા (રહે રામગઢ, જગદીશભાઇ બોરડની વાડીએ તા.સાવરકુંડલા જી.અમરેલી મુળ ગામ વાંગર તા.મહુવા જી.ભાવનગર) તથા વિવેકભાઇ ઉર્ફે કાનો મગનભાઇ સોલંકી (રહે. સાવરકુંડલા ઠે. હાથસણી રોડ, પાણીના ટાંકા સામે, તા.સાવરકુંડલા)એ કાવતરું રચીને સાહેદ વિજયભાઈ પ્રેમજીભાઈ ભાલીયાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂ. ૧,૦૦,૬૬૦ જમા કરાવ્યા હતા. વિજયભાઈ જોળીયાએ દેશભરના જુદા-જુદા રાજ્યના બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાંથી ચોરી-ઠગાઈ કરીને મેળવેલા હોવાનું જાણતા હોવા છતાં, કુલ રૂ. ૬,૧૭,૦૯૬/- પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે કુલ રૂ. ૭,૧૭,૭૫૬ની રકમ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે એકાઉન્ટમાં જમા કરાવી હતી. આ રકમને આરોપીઓએ અલગ-અલગ ખાતાઓમાં અવારનવાર ઓનલાઈન ટ્રાન્સફર કરીને સગેવગે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ આ ખાતાઓ ઓપરેટ કરીને એકબીજાને મદદગારી કરતા હતા.