અમરેલીના ઐતિહાસિક રાજમહેલ ખાતે ચાલી રહેલા રિનોવેશન કામની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર તેમજ મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશનના સભ્યોએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સભ્યોએ કામ સંભાળતા કોન્ટ્રાક્ટર સાથે વિગતવાર ચર્ચા કરી હતી. રિનોવેશનમાં કયા પ્રકારનું મટીરીયલ વપરાઈ રહ્યું છે સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ચતુરભાઈ અકબરી, દિનેશભાઈ ભુવા, હરેશભાઈ સાદરાણી, અંકુરભાઈ સેદાણી, કેતનભાઈ મહેતા તેમજ મોટા બસ સ્ટેન્ડ વેપારી એસો.ના શૈલેષભાઈ ચૌહાણ, ગોપાલભાઈ ભેળવાળા અને રજવાડી પેંડાવાળા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.











































