જાફરાબાદ ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ અને હનુમંત હોસ્પિટલ, મહુવાના સંયુક્ત ઉપક્રમે તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ રવિવારે તાલુકા શાળા, જાફરાબાદ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે વિવિધ રોગોનું નિદાન તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આંખની તપાસ (ડો. પ્રિયેશ શ્રોફ), કાન-નાક-ગળાની તપાસ (ડો. વિપુલ વણીયા),ફેફસાં અને ક્રિટિકલ કેરની તપાસ (ડો. બકુલ કાલસરિયા),હાડકા-સાંધાની તપાસ (ડા. પ્રતાપ ભાટીયા),સ્ત્રી રોગ તપાસ (ડો. મિતલ પુરોહિત),બાળ રોગ નિષ્ણાત (ડો. લાલજી બાબલા), દાંતના સર્જન (ડો. વિરેન આભાણી), કસરતના નિષ્ણાત (ડો. મીત જોષી) સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા કુલ ૩૫૧ દર્દીઓની તપાસ કરવામાં આવી અને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ અલ્ટ્રાટેક સિમેન્ટના યુનિટ હેડ રાજેશ આનંદ, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી વિનુભાઈ વોરા, હનુમંત હોસ્પિટલની ટીમ, ડો. કિંજલ ગજ્જર, શાળાના આચાર્ય સંતોકબેન ડોડીયાના તેમજ મુકેશભાઈ વાઢેરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.