લાઠીના કાંચરડી ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર જગ્યામાં પૈસા અને પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૫ ઈસમો રોકડા રૂ. ૩,૪૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં અશોકભાઇ નાનજીભાઇ રાઠોડ, યુવરાજભાઇ રણછોડભાઇ રાઠોડ, સંજયભાઇ ગંગદાસભાઇ સિંધવ, હિતેશભાઇ ઉર્ફે વિપુલભાઇ રાઘવભાઇ સિંધવ અને અલ્પેશભાઇ રમેશભાઇ ભાટીનો સમાવેશ થાય છે. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.