બાબરાના ભીલડી ગામે દાડમા દાદાની મૂર્તિ પાસે એક પ્રૌઢને ગાળો બોલી ઢીકાપાટોનો માર મારવામાં આવ્યો હતો. આ અંગે મોણપુર ગામના ધીરુભાઈ દુદાભાઈ પરમારે (ઉ.વ. ૬૦) ચમારડી ગામના વલકુભાઈ લાભુભાઈ ચારોલીયા, કાકુભાઈ માવજીભાઈ ચારોલીયા તથા મંગુબેન વલકુભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ફરિયાદીના દીકરાની સગાઈ આરોપીના કુટુંબી ભાઈ દલકુભાઈની દીકરી સાથે થઈ હતી. આરોપી વલકુભાઈએ આ લગ્ન ન થવા દેવા બાબતે ધમકી આપી હતી. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ ભીલડી ગામ પાસે ભેગા થયા હતા અને આ કામના ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી, ઢીકાપાટોનો મૂઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.