બાબરાના ચરખા ગામના એક યુવકનું ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. બાબરાના ઘુઘરાળા ગામે રહેતા અનિલભાઇ વજુભાઇ મકવાણા (ઉ.વ. ૩૬)એ પોલીસ સમક્ષ જાહેર કર્યા મુજબ, મરણજનાર હાર્દિકભાઇ ભીખુભાઇ છૈયા (રહે. ચરખા, તા. બાબરા) પોતાની મોટરસાઇકલ લઇને બાબરાથી ચરખા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ચરખા ગામ પાસે ભાવનગર-રાજકોટ હાઇવે પર આવેલી મુરલીધર હોટલ અને નાયરા પેટ્રોલ પંપ નજીક પહોંચતા એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને કારણે મોટરસાઇકલ પરનો કાબૂ ગુમાવતા તેઓ ટ્રકના પાછળના જોડિયા ટાયરની અંદર આવી ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એન. ગાંગણા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































