લાઠી ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવાના હેતુથી ૧થી ૭ જુલાઈ દરમિયાન અભિયાન યોજાશે. જિલ્લા કક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ લાલજી દાદાના વડલો આરોગ્ય સંસ્થામાં યોજાયો હતો. પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ધર્મેશભાઈ સોની સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.