અમરેલીની શાંતાબા કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે ૨ જુલાઇના રોજ સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી કેન્સર અને રક્તરોગના દર્દીઓ માટે નિશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુરતથી જાણીતા હેમેટોલોજિસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. હસમુખ બલર, ડો. મયુર મિરુલિયા ઉપસ્થિત રહેશે અને દર્દીઓની તપાસ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા દર્દીઓએ તેમની સુવિધા માટે અગાઉથી મો.નં. ૮૪૮૭૮-૦૦૭૧૦ પર એપોઇન્ટ લેવી. આ કાર્યક્રમ દરમિયાન તમામ પ્રકારના બ્લડ કેન્સર અને થેલેસેમિયા સહિતના વિવિધ રક્તરોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીઓને સારવાર માટે સેકન્ડ ઓપિનિયન પણ આપવામાં આવશે.










































