રાજુલાના હિંડોરણા ગામે ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા હતા. ધનજીભાઈ ધીરૂભાઈ મહેતા, કિશનભાઈ ઉર્ફે હિતો રાજેશભાઈ કવાડ, આતુભાઈ રામભાઈ બારૈયા, રાજુભાઈ સાર્દુલભાઈ ભીલ, ડાયાભાઈ રામભાઈ બાંભણીયા, ચંદુભાઈ નનાભાઈ વાઘેલા, સુનીલભાઈ પાંચાભાઈ બાંભણીયા અને રમેશભાઈ મનુભાઈ બાંભણીયા બ્લોકવાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગોળ કુંડાળું વળી પૈસા-પાનાથી હાર-જીતનો જુગાર રમતા જુદા જુદા દરની નોટો મળી કુલ રોકડા રૂ. ૧૨,૨૩૦ સાથે ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.