લીલીયા મોટા ખાતેની સરકારી કોલેજમાં કબીર જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન કરવામાં આવી હતી. કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડા. મહેશ વાઘેલા દ્વારા મહાન સંત કવિ, સમાજ સુધારક અને આધ્યાત્મિક વિચારક સંત કબીરદાસજીની જન્મ જયંતિ નિમિત્તે “કબીર જયંતિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સંત કબીરના જીવન, સાહિત્ય, આધ્યાત્મિક વિચારધારા અને માનવતા વાદી સંદેશ સાથે પરિચિત કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડા.શબ્બીર પરમારે સંત કબીરના જીવનચરિત્ર, આધ્યાત્મિક સાધના, સામાજિક ચેતના અને માનવતાવાદી દૃષ્ટિકોણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.











































