રાજુલાના મોરંગી ગામે રસ્તામાં પાળો કરવાની ના પાડતાં ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. લીલાબેન બળવંતભાઇ મારુ (ઉ.વ. ૩૫)એ લાભુબેન નાજાભાઇ પરમાર તથા લલીતાબેન મહેશભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ માટી નાખી રસ્તામાં પાળો કરતા હતા. તેમણે પાળો કરવાની ના પાડતાં સામાવાળાઓને સારું નહીં લાગતાં ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.