પાકના વિકાસ દરમિયાન જમીનમાં ભેજની અછત, અતિશય પાણીઅથવા પોષક ત¥વોની ઊણપ કે અસંતુલન સર્જાય ત્યારે છોડ નબળો બને છે. જેમાંફૂગ સરળતાથી સંક્રમણ કરીશકે છે.
• દાણા ભરાવાના તબક્કે પાણીની ખેંચ અથવા દુષ્કાળ, જમીનમાં ઓછો ભેજ અને ૩૦-૪૦° સે. જેટલું ઊંચું તાપમાન.
• આંતરખેડ, નીંદામણ, કરબ અથવા અન્ય ખેતી કામગીરી દરમિયાન ડોડવાને થતી ઈજાઓ ફૂગના પ્રવેશ માટે અનુકૂળ માર્ગ પૂરો પાડે છે.
• ઉધઈ, ડોડવા કોરી ખાતી ઇયળો તથા અન્ય જીવાતો દ્વારા થતા નુકસાનને કારણે ડોડવામાં ઘા પડે છે, જેના મારફતે ફૂગ સરળતાથી સંક્રમણ કરી શકે છે.
• સુકારો, થડ સડો, મૂળ સડો અને ડોડવા સડો જેવા રોગોથી નબળા પડેલા અથવા સુકાઈ ગયેલા છોડના ડોડવા પરફૂગનું આક્રમણ થવાની સંભાવના વધુ રહે છે.
• જમીનમાં રહેલા કૃમિ દ્વારા ડોડવા અને મૂળને થતું નુકસાન ફૂગના સંક્રમણ અને ત્યારબાદ આફલાટોક્સિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
• પાક સંપૂર્ણ પરિપક્વ થઈ ગયા પછીમોડી કાપણીથી, મગફળી ઉપાડતી વખતે ડોડવાને થતું યાંત્રિક નુકસાનથી, મગફળી ઉપાડતી વખતેકે પાથરા પર પડતા વરસાદથી તેમજ પરિપક્વ ડોડવા લાંબા સમય સુધી ખેતરમાં પડ્યા રહેવાથી ફૂગનું સંક્રમણ વધે છે અને આફલાટોક્સિન ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે.
• ડોડવા અને દાણાને પૂરતા પ્રમાણમાં સુકવ્યા વગર સંગ્રહ કરવાથી, ભેજવાળી મગફળીનો સંગ્રહ કરવાથી, ગોડાઉનમાં હવાનું અપૂરતું પરિભ્રમણ, ઊંચું તાપમાન અને વધુ પડતા ભેજથી તેમજ જીવાતો અને ઉંદરો દ્વારા થતા નુકસાનથી ફૂગનો ચેપ લાગી શકે છે અને આફલાટોક્સિન પેદા થઈ શકે છે. આ તમામ પરિબળો મગફળીમાં આફલાટોક્સિન
પેદા કરતી ફૂગના વિકાસને પ્રોત્સાહન આપે છે, જેના પરિણામે દાણામાં આફલાટોક્સિનનું પ્રમાણ વધે છે અને ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા તથા નિકાસ ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે. અફલાટોક્સીનના નિયંત્રણ માટેના પગલાં:
૧)વાવણી પહેલાની કામગીરી
• અગાઉના પાકના અવશેષો (ઠૂંઠા/જડિયા) અને નીંદણનો નાશ કરીખેતરને એકદમ ચોખ્ખુંરાખવું.
• ઉનાળામાં જમીનની ઊંડી (૮-૧૦ ઇંચ)ખેડ કરી જમીનને બરાબર તપવા દેવી. જેનાથી જમીનમાં રહેતીજીવાતોઅને ફૂગના અવશેષોનોનાશકરી શકાય છે.
• જો ઉપલબ્ધ હોય તો, હેક્ટર દીઠ ૫ થી ૧૦ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતરજમીનમાં નાખવું.જમીનમાં દીવેલાનો કે લીમડાનો ખોલ ૫૦૦કી.ગ્રા./ હેક્ટરનાં દરે વાવેતર સમયે ચાસમાં આપવો.
• વરસાદ આધારિત ખેતી પધ્ધતિમાં, વાવણી માટે ‘જોડ હાર પધ્ધતિ’ અપનાવીને બે હાર વચ્ચેપાણીના સંગ્રહનું આયોજન કરવું.
• ડુંગળી અથવા લસણજેવા પાક સાથે પાકની ફેરબદલી કરવી.
૨)વાવણી અને વાવણી પછીની કામગીરી
• ટૂંકા અથવા મધ્યમગાળામાં પાકતી મગફળીની જાતો પસંદ કરવી, જેથી પાક પાકવાનાસમયે સીઝનના અંતમાં આવતા દુષ્કાળ (પાણીની અછત)થી બચી શકાય. વાવણીના પંદર દિવસ પહેલાં પિયત આપીને અથવા ચોમાસાના શરૂઆતના વરસાદ સાથે વહેલી વાવણી કરવાથી સીઝનના અંતમાં થતી પાણીની ખેંચથી બચી શકાય છે.
• માત્ર તંદુરસ્ત અને ભરાવદાર દાણા જ વાવણી માટે પસંદકરવા.
• બીજને કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. ૨ ગ્રામપ્રતિ કિલોગ્રામ અથવા ટેબ્યુકોનેઝોલ૨% ડી.એસ. ૧.૨૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૨૫% + મેન્કોઝેબ ૫૦% ડબલ્યુ.એસ. ૩ગ્રામ અથવા કાર્બોક્ષિન ૩૭.૫% + થાયરમ ૩૭.૫% ડબલ્યુ.એસ. ૩ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૮.૫% + હેક્ઝાકોનાઝોલ ૧.૫% એફ.એસ. ૨ મિલી દવાનો પટ આપીને વાવેતર કરવુ.
• જૈવિક નિયંત્રણ માટે બીજને ફરીથી ટ્રાઇકોડર્માહર્ઝિયાનમ અથવા ટ્રાઇકોડર્મા વીરીડીના પાવડરનો ૧૦ ગ્રામ પ્રતિકિલોગ્રામ બીજ દીઠ પટ આપી વાવેતર કરી શકાય.
• મગફળીમાં ફૂલ આવવાના તબક્કે હેક્ટર દીઠ ૪૦૦ થી ૫૦૦ કિગ્રા જીપ્સમ આપવું.
• ડોડવાનાં વિકાસની અવસ્થા સમયે અને ખાસ કરીને પાકનાં પાકવાના તબક્કે ઉધઈનું નિયંત્રણ કરવું અત્યંત જરૂરી છે. જે માટે યોગ્ય ઉધઈ નાશક દવાનો ઉપયોગ કરવો.
• જો પિયતની સગવડ હોય, તો સીઝનના અંતમાં કે જયારે પાણીની ખેંચ અનુભવાય ત્યારે પૂરક પિયતઆપીનેપાકને પાણીનીતંગીથી બચાવવું.
૩)કાપણી અને કાપણી પછીની કામગીરી
• પાક બરાબર પાકી જાય (પરિપક્વ થાય) ત્યારે જ તેની કાપણી (ઉપાડવી) કરવી.મગફળી પાકી ગઈ છે તેની સાચી ઓળખ એ છે કે તેનાં ડોડવાનાં ફોતરાની અંદરની સપાટી કાળી પડી જાય છે. (ક્રમશઃ)










































