દામનગર નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ તથા સુપ્રીમ કોર્ટના આદેશોના અસરકારક અમલીકરણ માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓના માર્ગદર્શન હેઠળ એમ.સી. મહેતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, મુખ્ય અધિકારી, સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઇઝરો, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલીમ દરમિયાન કચરાના વૈજ્ઞાનિક નિકાલ, સુનિયોજિત વ્યવસ્થાપન અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








































