ધારી એસ.ટી. ડેપો ખાતે આજે ત્રણ કંડક્ટરોના વયમર્યાદાના કારણે નિવૃત્તિ પ્રસંગે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે સેવા બજાવનાર આ કંડક્ટરોને ભાવભીની વિદાય અપાઈ હતી. આ કાર્યક્રમમાં વિભાગીય યાંત્રિક ઇજનેર કંદર્બ મહેતા અને ડેપો મેનેજર એમ. એમ. દાદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નિવૃત્ત થતા ત્રણેય કંડક્ટરોનું શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.