ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ૧૫ વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે વૈભવ પાસે અદ્ભુત પાવર હિટિંગ ક્ષમતા છે, તેથી તેને વધારે સમય સુધી બેન્ચ પર ન રાખતા શક્્ય તેટલી વહેલી તકે પ્લેઇંગ-૧૧માં રમવાની તક આપવી જોઈએ.
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી૨૦ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ બનેલા રવિ શાસ્ત્રીએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર વાતચીત દરમિયાન આ પ્રતિક્રિયા આપી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટી૨૦ મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જેમાં વૈભવને ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ અગાઉ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તેને પ્લેઇંગ-૧૧ની બહાર રાખવામાં આવ્યો હતો.
શાસ્ત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વૈભવને આયર્લેન્ડ પ્રવાસ પર જ રમાડવો જોઈતો હતો, કારણ કે ત્યાં મેદાન નાના હતા અને તે સરળતાથી મોટા છગ્ગા ફટકારી શકતો હતો. આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર આ યુવા ખેલાડી ટીમ માટે ‘એક્સ-ફેક્ટર’ સાબિત થઈ શકે છે. ૧૫ વર્ષની ઉંમરે તેના પર કોઈ દબાણ કે નિષ્ફળ જવાનો ડર નથી, જે મધ્યમ ક્રમને વધુ મજબૂતી અને ઝડપી શરૂઆત અપાવી શકે છે













































