ભારતીય ક્રિકેટર અને પંજાબ કિંગ્સના ખેલાડી શશાંક સિંહ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, રસોઈ સ્ટાફના સભ્ય વિપેન્દ્ર સિંહ પર હુમલો અને દુર્વ્યવહાર કરવાના આરોપમાં શશાંક સિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે પોલીસે તેના પિતા સહિત ત્રણ લોકો વિરુદ્ધ હુમલો સહિત અનેક આરોપોમાં કેસ નોંધ્યો છે.
અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આઇપીએલ ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત આઇપીએસ અધિકારી પિતા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ક્રિકેટર શશાંક સિંહ આઇપીએલમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. રસોઈયા વિપેન્દ્ર સિંહે શશાંક સિંહ અને તેમના પિતા વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે, જેમાં તેમણે પોતાની ફરિયાદમાં હુમલો અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
રસોઈયા વિપેન્દ્ર સિંહ દ્વારા પોલીસને સોંપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ, તેમને તાજેતરમાં એક પરિચિત વ્યક્તિ દ્વારા રીવાથી ભોપાલ લાવવામાં આવ્યો હતો. તેમને નિલબાડમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારીના બંગલામાં ૧૫,૦૦૦ પગાર, રહેવા અને ભોજન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં તેમને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. જાકે, રસોઈયાએ નોકરીમાં જાડાયાના કલાકોમાં જ તીવ્ર માનસિક તણાવ અને મૌખિક દુર્વ્યવહારનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે બનાવેલા ખોરાકની ગુણવત્તા અંગે ફરિયાદોને કારણે પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હોવાનું કહેવાય છે.
પોલીસ ફરિયાદમાં, રસોઈયા વિપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શશાંક સિંહના પિતા, નિવૃત્ત આઇપીએસ અધિકારી શૈલેષ સિંહે તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. ૩૧ વર્ષીય પીડિત વિપેન્દ્ર સિંહ તોમરે એક આંસુઓ ભરી વિડીયો શેર કર્યો છે જે વાયરલ થયો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે પરિવારને ભોજન પસંદ ન આવ્યું, ત્યારે તેમની સાથે ગાળો બોલી, તેમનો મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો અને શૈલેષ સિંહ, શશાંક અને તેમના ડ્રાઈવરે તેમના પર હુમલો કર્યો.
ક્રિકેટર શશાંક સિંહ સાથે જાડાણ હોવાને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાના સંદર્ભમાં, ભોપાલની રતિબાડ પોલીસે પંજાબ કિંગ્સના બેટ્સમેન શશાંક સિંહ અને તેમના પિતા, નિવૃત્ત સ્પેશિયલ ડ્યુટી સબ-ઇન્સ્પેક્ટર શૈલેષ સિંહ સહિત ત્રણ લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.એફઆઇઆર નોંધ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.















































