અમરેલી ખાતે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા પ્રમુખ મનીષાબેન પંડ્‌યાની પ્રેરણા અને વરિષ્ઠ સર્જક ઉમેશભાઈ જોષીના પ્રોત્સાહનથી કવિ હર્ષદ ચંદારાણાની કવિતા કેન્દ્રિત “હેત છલકે છે નામમાં કેવું!” શીર્ષક હેઠળ વિશેષ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની પૂર્વભૂમિકા ડા. કાલિન્દી પરીખે રજૂ કરી હતી જ્યારે આરાધ્યા શુક્લે પ્રાર્થના ગઝલથી શરૂઆત કરાવી હતી. ઉમેશભાઈ જોષીએ સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. જાણીતા કવયિત્રી અને વાર્તાકાર પારુલ ખખ્ખરે હર્ષદ ચંદારાણાની કવિતાના વિવિધ આયામો પર વિસ્તૃત પ્રકાશ પાડ્‌યો હતો. પરેશ મહેતાએ કવિ સાથેની સાહિત્યિક યાદો વહેંચી હતી. કેતન જોષી અને અલ્પા રાવલે કાવ્યપાઠ કરી ઉપસ્થિતોને ભાવવિભોર કર્યા હતા. અનેક કવિઓ અને સાહિત્યરસિકોએ કાવ્યપાઠ કરીને કવિને ભાવાંજલિ અર્પી હતી. કાર્યક્રમનું સંચાલન ડા. કાલિન્દી પરીખ અને ડા. નિરૂપા ટાંકે કર્યું હતું, જ્યારે આભારવિધિ કેતન જોષીએ કરી હતી.