અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજ, અમરેલીનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના B.Pharm. સેમ. VIIIનું યુનિવર્સિટી પરિણામ જાહેર થયું છે. કોલેજે યુનિવર્સિટી ટોપટેનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવ્યા છે. આ સિધ્ધિમાં ભાડ અંજલી જે. (૯.૪૫ SPI) કોલેજમાં પ્રથમ, તન્વાણી સ્નેહા એ. (૯.૨૭ SPI) કોલેજમાં દ્વિતીય અને ટીંબડીયા દ્રષ્ટિ જી. (૯.૨૭ SPI) કોલેજમાં
તૃતીય ક્રમે રહ્યા છે. આ સફળતા બદલ સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા સ્ટુડન્ટ્સ તથા રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.











































