બગસરામાં તાજીયા દર્શન કરવા ગયેલી મહિલા ગુમ થઈ હતી. આ અંગે નાજીરભાઇ હનીફભાઇ ભટ્ટી
(ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના માતા હમીદાબેન હનીફભાઇ ભટ્ટી (ઉ.વ.૫૦) વિજયચોકમાં તાજીયાના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ તેમની સાથે આવેલાં બહેનોથી છૂટા પડી ક્યાંક ચાલ્યા ગયા હતા અને આજ દિન સુધી મળી આવ્યા નથી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.