ધારીના કોઠાપીપરીયા ગામના એક યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રમેશભાઈ નારણભાઈ દાફડા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ,પ્રવિણભાઈ વાલજીભાઈ દાફડા (ઉ.વ. ૪૨) કોઠાપીપરીયા ગામની સીમમાં આવેલા ગૌચર પાસે, ઈંટોના ભઠ્ઠા નજીક પોતાની મેળે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળા
આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.