આજરોજ શ્રીમતી એસ. એસ. અજમેરા કન્યા વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા ડિજિટલ સ્માર્ટ બોર્ડ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના હોદ્દેદારો સહિત આ બોર્ડનું દાન કરનાર રોટરી સભ્ય પિયુષભાઈ અજમેરા તથા અગ્રણી વેપારી જીતુભાઈ ઝિંઝુવાડીયા ખાસ હાજર રહ્યા હતા. શાળાની વિદ્યાર્થીની બહેનોના શૈક્ષણિક લાભાર્થે અંદાજે ૧,૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું અતિ આધુનિક ડિજિટલ સ્માર્ટ બોર્ડ શાળાના બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે શ્રીમતી એસ. એસ. અજમેરા કન્યા વિદ્યાવિહારના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ કામદાર તથા શાળાના આચાર્યા કંચનબેન બારૈયાએ શાળા પરિવાર વતી દાતાઓનો આભાર માન્યો હતો.તેમણે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના પ્રમુખ ત્રિલોક ભટ્ટ, સેક્રેટરી શ્રી નીરવ ઝિંઝુવાડીયા તેમજ તમામ સભ્યોનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.