નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ પણ શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર જાખમમાં મુકાયું છે. રાજ્યભરમાં આશરે ૬ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ઘણીવાર શિક્ષકોને દૂરના વિસ્તારોમાં બદલીના ઓર્ડર આપવામાં આવે છે, જેના કારણે તેઓ હાજર થવાનું ટાળે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અને ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.
શૈક્ષણિક વર્ષ શરૂ થયે એક મહિનો વીતી ગયો હોવા છતાં, રાજ્યની ઘણી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓની પાયાની તૈયારી પર માઠી અસર પડી રહી છે. સરકાર દ્વારા શિક્ષકોને દૂરના કે અંતરિયાળ વિસ્તારોમાં નિમણૂંકના ઓર્ડર આપવામાં આવે છે, જેના કારણે ઘણા શિક્ષકો ત્યાં હાજર થવાનું ટાળે છે. પરિણામે, જગ્યાઓ ખાલી રહે છે. સમગ્ર રાજ્યમાં અંદાજે ૬,૦૦૦ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે આ અંગે સરકારને એક મહત્વપૂર્ણ માગણી કરી છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યકક્ષ ભાસ્કર પટેલ જણાવે છે કે શાળામાં શિક્ષકોની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણનું નુકસાન થઈ રહ્યું છે. સરકાર આ સમસ્યા ઉકેલવા માટે અમને પ્રવાસી શિક્ષકોની પસંદગી કરવાની છૂટ આપે, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં અને તાત્કાલિક ધોરણે શિક્ષણ કાર્ય ચાલુ થઈ શકે.










































