સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું. તેમને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દીકરીઓના શિક્ષણ, તેમના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.