બાબરામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પીએમ શ્રી તાલુકા કુમાર શાળા સહિત ત્રણ શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને શૈક્ષણિક કિટ આપીને તેમનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના જોઈન્ટ સેક્રેટરી વનરાજભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે બાબરા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પરવાડિયા, ઉપપ્રમુખ યજ્ઞેશ શુક્લ તેમજ નગરપાલિકાના સભ્યો અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનના આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.