લાઠીના અકાળા ગામના એક ખેડૂત સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. બેંક ખાતામાં ભૂલથી રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું કહી વિશ્વાસ જીત્યા બાદ આ છેતરપિંડી આચરવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે બટુકભાઇ વલ્લભભાઇ લુખી (ઉં.વ. ૫૯) એ જાહેર કરેલી વિગતો મુજબ, એક અજાણ્યા શખ્સે પોતાની ખોટી ઓળખ આપી ખેડૂતના Google Pay એકાઉન્ટમાં ભૂલથી રૂ. ૩૫,૦૦૦ તેમજ રૂ. ૫૫,૦૦૦ ટ્રાન્સફર થઇ ગયા હોવાની ખોટી વાત જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપીએ ખેડૂતના Google pay એકાઉન્ટમાંથી કુલ રૂ. ૬૮,૦૦૦ ની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ સાયબર ફ્રોડ આચર્યો હતો. હાલ લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. બી. ઔસુરા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































