સાવરકુંડલામાં નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ભીખાભાઇ પ્રતાપભાઇ ચલ્લા (ઉ.વ.૫૪)એ લલીતભાઇ વસંતભાઇ ગઢીયા (ઉ.વ.૫૦) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના પાડોશી વિનુભાઇ પરમાર સાથે સોસાયટીનો ગેઇટ બંધ કરવા બાબતે વાતચીત કરતા હતા. તે દરમિયાન આરોપીએ તેમને ગાળો આપી, માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.