અમરેલી જિલ્લામાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા અને જેલમાંથી પેરોલ/ફર્લો કે વચગાળાના જામીન પરથી ફરાર થયેલા કેદીઓને પકડવા પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત એલ.સી.બી. ટીમે ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ૧૧ જૂન ૨૦૨૬ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી પેરોલ રજા પર મુક્ત થયેલા કેદીને ઝડપી પાડ્‌યો છે. આ કેદીને ૨૨ જૂન ૨૦૨૬ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો.આરોપી વનરાજ ઉર્ફે પપ્પુ લાલજીભાઇ બાબરીયા (રહે. રાજુલા) ને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈ ખાતેથી ઝડપી પાડી, ફરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.