રાજુલા તાલુકાના હિંડોરણા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, અધિકારીઓ, ગ્રામજનો અને વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલવાટિકાના અંદાજે ૫૦ જેટલા બાળકો તથા ધોરણ-૧માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકો પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અધિકારીઓએ શાળા મેનેજમેન્ટ કમિટી (જીસ્ઝ્ર) સાથે બેઠક યોજી શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઇબલ એજ્યુકેશન ડેવલપમેન્ટના અધિકારી ડો. કિશોરભાઈ ધારૈયા, લાયઝન અધિકારી જીગ્નેશભાઈ ઉપાધ્યાય, પટાટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.