બાબરા તાલુકાની ઈશ્વરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની હાજરીમાં બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર નાનાં બાળકોનું તિલક કરી, મીઠાઈ આપી અને શુભેચ્છાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જનકભાઈ તળાવીયા એ વિદ્યાર્થીઓને શિક્ષણના નવા પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. બાળકોનો ઉત્સાહ અને વાલીઓનો વિશ્વાસ શિક્ષણ પ્રત્યે સમાજમાં વધતી જાગૃતિ દર્શાવે છે. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































