રાજુલાના મોરંગી ગામે યુવકને છરી લઈ મારવા દોડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી, તેમજ ઢીકાપાટુનો મૂંઢ માર પણ માર્યો હતો. આ અંગે ભાવનગરના મહુવા તાલુકાના દુધાળા નંબર-૨ના રમેશભાઈ પાલજીભાઈ બારૈયા (ઉ.વ.૪૧)એ રાજુલાના મોરંગી ગામે રહેતા અશોકભાઈ મેઘાભાઈ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, રમેશભાઈની બહેનના લગ્ન આરોપી સાથે થયા હતા. પરંતુ તેમની બહેનનું અવસાન થતાં અશોકભાઈએ તેમની સાથેનો સંબંધ પૂરો કરી નાખ્યો હતો અને રમેશભાઈને અવારનવાર મોરંગી ગામમાં આવવાની ના પાડી હતી. છતાં તેઓ મોરંગી આવતા આરોપીને સારું નહોતું લાગ્યું અને આ બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ગાળો આપી, ઢીકાપાટુનો મૂંઢ માર મારી તેમજ છરી લઈ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.