લાઠીના કેરિયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા હતા. અમરશીભાઇ રણછોડભાઇ વસાણીયા, બીજલભાઇ ખોડાભાઇ મેવાડા, મુકેશભાઇ ડાયાભાઇ મેવાડા, વિપુલભાઇ દાનાભાઇ મેવાડા,અક્ષયભાઇ દિલીપભાઇ વાઘેલા, કાંતીભાઇ જાદવભાઇ નાવડીયા, વિનોદભાઇ હિંમતભાઇ વાઘેલા તથા અજયભાઇ દિલીપભાઇ વાઘેલા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજી-પતાના પાના તેમજ પૈસા વડે તીનપત્તી નામનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા.
પોલીસ રેઇડ દરમિયાન આ તમામ ઇસમો રોકડા રૂ. ૪,૮૪૦ ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































