શ્રી સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, કોડીનાર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ડાયેટના પ્રાચાર્ય વી.એમ. પંપાણીયા, રુટ લાયઝન અધિકારી સુભાષભાઈ વૈંશ તથા સંસ્થાના સ્થાપક કરસનભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધોરણ-૬ માં પ્રવેશ મેળવનાર ૩૦૦ નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો આપીને આવકારવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને અંતમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.









































