બગસરામાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.
પ્રથમ પક્ષના અમીનભાઇ અલારખભાઇ કાળવાતર (ઉં.વ. ૩૫)એ યાસીનભાઇ ઉર્ફે લાલો મહમદભાઇ કાળવાતર, સરફરાજભાઇ મહમદભાઇ કાળવાતર, મહમદ ઉર્ફે ડબરો હબીબભાઇ કાળવાતર, શાબીરભાઇ રહીમભાઇ કાળવાતર અને જીલાનીભાઇ હનીફભાઇ કાળવાતર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, જૂના મનદુઃખના કારણે આરોપીએ હાથમાં રહેલી તલવાર વડે તેમના માથાના પાછળના ભાગે ઘા માર્યો હતો તેમજ અન્ય આરોપીઓએ જેમ ફાવે તેમ ઢીકાપાટુનો મૂઢમાર મારી ઈજા પહોંચાડી હતી.જેની સામે વળતી ફરિયાદમાં યાસીનભાઇ મહમદભાઇ કાળવાતર (ઉં.વ.૩૦)એ મહમદભાઇ ઉર્ફે વાંદરી ઓસમાણભાઇ કાળવાતર, અવેશ હુસૈનભાઇ કાળવાતર, અમીનભાઇ અલારખભાઇ કાળવાતર તથા અલ્તાફ ઉર્ફે ભુરો અલારખભાઇ કાળવાતર સામે ગુનો નોંધાવ્યો છે. વળતી ફરિયાદ મુજબ, જૂના મનદુઃખમાં આરોપીઓએ ગાળો આપી બોલાચાલી કરી હતી અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ તેમને તથા સાહેદ સરફરાજભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































