ઘોબા ગામમાં અતિવૃષ્ટિના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યુ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થળ પર જઈ સ્થિતિની માહિતી મેળવી હતી. ગ્રામજનો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી તેમજ સંબંધિત અધિકારીઓને રાહત કામગીરી ઝડપથી શરૂ કરવા અને જરૂરી મદદ પહોંચાડવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પાનસુરિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મુકેશભાઈ મહિડા, તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઈ આદરોજા, ભાજપ અગ્રણી ભાવેશભાઈ ખૂંટ, સરપંચ પ્રતાપભાઈ, પાચાભાઈ મોરી, તલાટી મંત્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.








































