જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં મોડી રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે બે સિંહ રહેણાંક વિસ્તાર
નજીક આવી ચડતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મેઘલી રાત્રિના સમયે ગામમાં ઘૂસી આવેલા
સિંહોએ માલિકીની બે ગાયો પર હુમલો કરી તેમનું મારણ કર્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી ગયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ કરી હતી.








































