લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા ગજેરા પરા પટેલવાડી ખાતે નવા લાયન વર્ષ ૨૦૨૬-૨૭ નિમિત્તે ‘‘અંતરની એકરૂપતા’’ શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર લાયન નીરવભાઈ વાડદોરિયા (ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-J)ના હસ્તે ક્લબના નવા હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ લા. જતીનભાઈ સુખડિયા, સેક્રેટરી MJF લા. રાજેશ ઝાલાવડિયા, ખજાનચી લા. ગોરધનભાઈ માંદલિયા સહિત નવી ટીમના તમામ હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા.
નવનિયુક્ત હોદ્દેદારોએ લાયન્સના સૂત્ર ‘‘We Serve’’ ને આત્મસાત કરીને માનવસેવા, સમાજકલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે વધુ સેવાકીય કાર્યો કરીને સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અમરેલી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી. કે. રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટક તરીકે દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયકિશનભાઈ દેવાણી ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ મહેમાનોમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાયન વસંતભાઈ મોવલિયા, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધીરજલાલ રાણપરિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, લા. કાંતિભાઈ વઘાસિયા, લા. દિનેશભાઈ ભુવા લા. RC.કૌશિકભાઈ હપાણી, લા. ZC.વિજયભાઈ વસાણી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ શ્રી રાકેશભાઈ નાકરાણી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટીના પ્રમુખ નરોત્તમભાઈ સાકરિયા, જીતુભાઈ ગોળવાળા, રાજુભાઈ માંગરોળિયા, રુજુલભાઈ ગોંડલિયા, સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યૂઝ તથા સંદીપભાઈ માંગરોળિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લા. રાજુભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ લા. બકુલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ લા. રજનીભાઈ ધોરાજિયા, લા. નંદલાલભાઈ તળાવિયા, લા. જયસુખભાઈ ઢોલરિયા, લા. જે.ડી. સાવલિયા, લા. પ્રકાશભાઈ સેંજલિયા, લા. કેતનભાઈ ધોળકિયા, લા. રાજેશ વિઠલાણી, લા. કૌશિકભાઇ ભુવા, લા. સહમંત્રી લા.જતિન કોટડીયા, સહખજાનચી લા.મેહુલ બાબરીયા, લા. હાર્દિક રામાણી, લા. દિનેશભાઈ હિરપરા, લા. મહેશ સોહલીયા, લા. હરેશ ધોરાજીયા, લા. સિધ્ધાર્થ વસતાણી, લા. ભાવેશ નાકરાણી, લા. ઉમેશ કાનાણી, લા. મનીષ ટાંક, લા. જયેશ સતાણી, લા. સંજય રાજપરા, લા. ઘનશ્યામ શિંગાળા, લા. વિજય રાદડિયા, લા. જીતેન્દ્ર સંઘાણી, લા. અશોક વોરા, લા. જીતેન્દ્ર સોન્ડાગર, લા. દિવ્યેશ તળાવીયા, લા. ઘનશ્યામ હપાણી, લા. અમિત ધાનાણી, લા. હિતેશ સોલંકી, લા. મંગળાબેન ગોહિલ, લા.દિવ્યાબેન સોજીત્રા, લા.પી.સી. દુધાત, સહિત લાયન્સ પરિવારના તમામ સભ્યો અને જુનિયર સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે લાયન્સ પરિવાર અમરેલી દ્વારા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરPMJF લાયન વસંતભાઈ મોવલિયાના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.અંતમાં ક્લબના સેક્રેટરી સ્ત્નહ્લ લા. રાજેશ ઝાલાવડિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો અને લાયન્સ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ નવા લાયન વર્ષમાં વધુ ઉત્સાહ, સમર્પણ અને સેવાભાવ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.








































