લાઠીના મેમદા ગામે લોનના હપ્તા ભરવાનું કહેતા મહિલાને જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ ઢીકાપાટુ મારીને ગાળો પણ આપી હતી. બનાવ અંગે નીતાબેન કુરજીભાઇ ખેર (ઉ.વ.૩૬)એ વિજયભાઇ ભરતભાઇ
આભાર – નિહારીકા રવિયા ખેર, પીન્ટુભાઇ ભરતભાઇ ખેર, જેઠાભાઇ ભલાભાઇ ખેર તથા કોમલબેન અજયભાઇ ખેર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે પોતાના ગામમાં એક ગ્રુપ બનાવી ગ્રામીણ ફાઇનાન્સ બેન્કમાં લોન ઉપાડી હતી. જેમા તેઓ ગ્રુપના મુખ્ય વ્યક્તિ લીડર તરીકે હતા. તેમજ પીન્ટુભાઈના પત્ની ઉર્મીલાબેન પણ ગ્રુપમાં હતા અને તેને પણ લોન લીધી હતી. લોનના બે-ત્રણ હપ્તા ભર્યા નહોતા, જેથી ગુપના મુખ્ય વ્યક્તિ તરીકે લોનના હપ્તા ભરવાનું કહેતા આરોપીને સારૂ લાગ્યું નહોતું. તમામ આરોપીએ તેમને ઢીકાપાટુનો માર મારી જેમફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમને ધકો મારી નીચે પછાડી દઇ પગના ભાગે મુંઢ ઇજા કરી હતી. તેમજ તેમને તથા તેના પતિને જેમફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.