બગસરાના નવા વાઘણીયા ગામે ગાળો બોલવા મુદ્દે સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. હર્ષિતાબેન દિનેશભાઈ ચાવડા (ઉ.વ.૩૫)એ રસીકભાઈ મનુભાઈ ચાવડા, મનુભાઈ ચાવડા, મીનાબેન મનુભાઈ ચાવડા તથા રીનાબેન મનુભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમના પતિ પોતાના ઘરે હાજર હતા તે વખતે રસીકભાઈ ચાવડા તેના ઘર પાસે નીકળતા તેના પતિએ કહ્યું કે, અમારા ઘરે મહેમાન આવેલા હતા ત્યારે તમો કેમ ગાળો બોલતા હતા. તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો તથા તેના પતિને મન ફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો.અન્ય આરોપીએ આવી તેમને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમને જમણા પગમાં પાટુ મારી આરોપીઓ મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ રસીકભાઈ મનુભાઈ ચાવડા (ઉવ.૨૫)એ દિનેશભાઈ પુનાભાઈ ચાવડા, હર્ષિતાબેન દિનેશભાઈ ચાવડા, મનુભાઈ પુનાભાઈ ચાવડા, દિનેશભાઈના સાળા ઘનશ્યામભાઈ પાલાભાઈ તથા દિનેશભાઈના સાઢુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘર પાસે હાજર હતા તે વખતે દિનેશભાઈ ચાવડાએ તેમને કહ્યું તું અમારા ઘર પાસે ગાળો કેમ બોલે છે અને ઘરની સામે કેમ બેસે છે તેમ કહી ને ગાળો આપી હતી. આરોપીઓએ તેમને તથા સાહેદોને ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































