પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે ૧૦ઃ૪૫ વાગ્યે પ્રધાનમંત્રી જાધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જાધપુરમાં મોડિફાઇડ યુડીએએન યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ આશરે ૧૨ઃ૧૫ વાગ્યે તેઓ આશરે ૧.૦૬ લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્‌સ રાષ્ટÙને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવશે આશરે ૪ઃ૩૦ વાગ્યે પ્રધાનમંત્રી સાણંદ, અમદાવાદ ખાતે સીજી એસઇએમઆઇ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મોટો વેગ આપવા માટે, પ્રાદેશિક કનેકટીવિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રી જાધપુરમાં મોડિફાઇડ યુડીએએન યોજનાનો શુભારંભ કરાવશે. આ ભારતની સિવિલ એવિએશન ક્ષિતિજમાં એક નોંધપાત્ર આગેકૂચ દર્શાવે છે અને “ઉડે દેશ કા આમ નાગરિક”ના વિઝનને વધુ આગળ ધપાવશે. આગામી ૧૦ વર્ષોમાં ૨૮,૮૪૦ કરોડની ફાળવણી સાથે આ યોજનાનો ઉદ્દેશ્ય એવિએશન-આધારિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. તે વ્યાપક અને ટકાઉ કનેÂક્ટવિટી સુનિશ્ચિત કરવા માટે રચાયેલા બહુવિધ વ્યૂહાત્મક ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સમગ્ર દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા માટે ૧૨,૦૦૦ કરોડથી વધુના ખર્ચના સમર્થન સાથે હાલની સેવાવિહીન એરસ્ટ્રીપ્સમાંથી ૧૦૦ એરોડ્રોમ્સના વિકાસ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રાદેશિક એરપોર્ટની કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન તેમની સદ્ધરતા સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ સપોર્ટ માટે ૨,૫૦૦ કરોડથી વધુની રકમ અલગ રાખવામાં આવી છે. અંતરિયાળ અને મુશ્કેલ ભૂપ્રદેશોમાં સુલભતાના પડકારોને પહોંચી વળવા માટે આ યોજના ૨૦૦ આધુનિક હેલિપેડ્‌સના વિકાસની પણ દરખાસ્ત કરે છે.
આ યોજના એરલાઇન્સ માટે ૧૦,૦૦૦ કરોડથી વધુના વાયેબિલિટી ગેપ ફંડિંગ સપોર્ટને પણ ચાલુ રાખે છે, જે ક્રમિક વ્યાપારી સદ્ધરતાને પ્રોત્સાહિત કરવાની સાથે ટકાઉ પ્રાદેશિક કામગીરી સુનિશ્ચિત કરે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવતા, આ પહેલમાં અલ્પસેવા ધરાવતા પ્રદેશોમાં કનેકટીવિટી અને કામગીરી વધારવા માટે એચએએલ ધ્રુવ અને ડોર્નિયર પ્લેટફોર્મ જેવા સ્વદેશી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની ખરીદીનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જાધપુર એરપોર્ટ ખાતે ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ૪૮૦ કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. ૨૩,૦૦૦ ચોરસ મીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલું આ ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક ૨૦ લાખ મુસાફરોને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સીમલેસ અને આરામદાયક પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે.
રાજસ્થાનની શાહી વારસાથી પ્રેરિત આ ટર્મિનલમાં પરંપરાગત સ્થાપત્ય તત્વો, જેમ કે કમાનો અને ઝરોખાને આધુનિક ડિઝાઇન સાથે સુંદર રીતે સંકલિત કરવામાં આવ્યા છે. ટર્મિનલની રચનામાં ટકાઉ વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં ઊર્જા-કાર્યક્ષમ પ્રણાલીઓ, જળ સંરક્ષણના ઉપાયો અને હરિત નિર્માણની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેને ૫-સ્ટાર જીઆરઆઇએચએ રેટિંગ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધારી શકાય. જાધપુર એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આ પ્રદેશમાં પ્રવાસન, વેપાર અને રોજગાર નિર્માણને નોંધપાત્ર વેગ આપશે.
પ્રધાનમંત્રી બાલોત્રામાં આશરે ૧.૦૬ લાખ કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્‌સ પેટ્રોકેમિકલ્સ, અર્બન ટ્રાન્સપોર્ટ, રેલવે, રોડ, રિન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન સહિતના બહુવિધ ક્ષેત્રોને આવરી લે છે.
પ્રધાનમંત્રી બાલોત્રાના પચપદ્રા ખાતે ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ રાષ્ટÙને સમર્પિત કરશે, જે દેશના ઊર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને રાજસ્થાન સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે વિકસિત, દર વર્ષે ૯ મિલિયન મેટ્રીક ટન ગ્રીનફિલ્ડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ૭૯,૪૫૦ કરોડથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કોમ્પ્લેક્સ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનને એકીકૃત કરે છે, જેમાં પેટ્રોકેમિકલ ક્ષમતા ૨.૪ એમએમટીપીએ છે. આ રિફાઇનરી ૧૭.૦નો ઉચ્ચ નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ અને ૨૬%થી વધુની પેટ્રોકેમિકલ યીલ્ડ ધરાવે છે, જે કાર્યક્ષમતા અને ટકાઉપણું માટેના વૈશ્વિક માપદંડો સાથે સુસંગત છે.