મહારાષ્ટ્રની રાજધાની, મુંબઈ, છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહી છે, અને શહેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિએ જાર પકડ્યું છે. સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. મહારાષ્ટÙ સરકારે આજે મુંબઈમાં શાળાઓ અને કોલેજા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુંબઈમાં ભારે પવન ફૂંકાય તેવી પણ ચેતવણી જારી કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદ અને ભારે પવનને કારણે મહારાષ્ટÙમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૦ અન્ય ઘાયલ થયા છે. રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર અનુસાર, ભારે પૂરને કારણે લગભગ ૧૦૦ ઘરોને નુકસાન થયું છે અને સેંકડો લોકો બેઘર થયા છે. રાજ્યના દરિયાકાંઠા અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં છેલ્લા ૪૮ કલાકમાં લોનાવાલામાં સૌથી વધુ ૬૨૫ મીમી વરસાદ નોંધાયો છે. રાયગઢમાં ૨૩૬ મીમી, થાણેમાં ૧૬૧ મીમી, રત્નાગિરીમાં ૧૫૨ મીમી, પાલઘરમાં સરેરાશ ૧૩૨ મીમી અને મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૧૦૦ થી ૧૬૧ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓ પૂરની Âસ્થતિમાં છે. ઉલ્હાસ, કાલુ અને પિંજલ નદીઓ ચેતવણી સ્તરને વટાવી ગઈ છે, જ્યારે અંબા, સાવિત્રી, કુંડલિકા, પાતાળગંગા, જગબુડી અને ઉલ્હાસ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આને ધ્યાનમાં રાખીને, બદલાપુર, મોહને અને જાંબુલપાડા માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. સોમવારે પડેલા વરસાદને કારણે રાજ્યભરના અનેક જિલ્લાઓમાં અકસ્માતો પણ થયા હતા. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટી પર એક ઇમારત ધરાશાયી થવાથી છ લોકો માર્યા ગયા અને એક ઘાયલ થયો.
આ ઉપરાંત, મુંબઈના ઉપનગરીય વિસ્તારમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું. થાણેમાં એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થવાથી બે લોકો ઘાયલ થયા. પાલઘર અને સિંધુદુર્ગમાં ડૂબી જવાથી એક-એક વ્યÂક્તનું મોત થયું. દરમિયાન, ભારે પવનને કારણે સિંધુદુર્ગમાં ૩૦ ઘરો તૂટી પડ્યા. સતારા જિલ્લામાં ભૂસ્ખલનમાં એક વ્યÂક્તનું મોત થયું અને ચાર અન્ય ઘાયલ થયા. સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનના ભયને કારણે માથેરાન, લોનાવાલા, ખોપોલી અને લોહાગઢ જેવા પહાડી પર્યટન સ્થળો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં રાષ્ટÙીય આપત્તિ પ્રતિભાવ દળની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. પુણે જિલ્લાના માવલ તહસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનથી એક ઘર પ્રભાવિત થયું હતું, જેમાં ચાર લોકો ફસાયા હતા. દરમિયાન, તાલેગાંવ-દાભાડે નજીક ૨૫ મુસાફરોને લઈ જતી એક બસ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. એનડીઆરએફ ટીમે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.રાયગઢ જિલ્લાના સુધાગઢ તહસીલમાં, પૂરના પાણી વધતાં છ મહિનાના બાળક સહિત એક પરિવારના છ સભ્યો તેમના ઘરની છત પર ફસાયા હતા. ગામ તરફ જતા બધા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોવાથી બચાવ કાર્યકરોએ હોડી દ્વારા બધાને બચાવ્યા હતા.
ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાથી રાજ્યના અનેક મુખ્ય ધોરીમાર્ગો પર પણ ટ્રાફિકને અસર થઈ હતી. મુંબઈ-ગોવા હાઈવે પર કશેડી ઘાટ પર ભૂસ્ખલન થવાથી લાંબો ટ્રાફિક જામ થયો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને ખોપોલી હાઈવે પર પણ ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાથી ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. જાકે, વહીવટીતંત્રે બપોર સુધીમાં ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો હતો. માવલ અને તામ્હણી ઘાટમાં પણ ભૂસ્ખલન અને પૂરના કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવાની ફરજ પડી હતી.
દરમિયાન, રાજ્યનો મોટાભાગનો ભાગ મુશળધાર વરસાદથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે વિદર્ભ પ્રદેશ હજુ પણ નોંધપાત્ર વરસાદની રાહ જાઈ રહ્યો છે. વર્ધા, અકોલા, અમરાવતી, યવતમાળ અને ચંદ્રપુર સહિતના અનેક જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન કોઈ વરસાદ નોંધાયો નથી.







































